ડીસા DNP કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરાઈ

Share

ડીસા ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આજે 11 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા નિવારણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

 

[google_ad]

આજના દોડ ભાગના સમયમાં યુવાવર્ગમાં માનસિક તણાવ અને આત્મહત્યાનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. તેના યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી 10 સપ્ટેમ્બરને આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

[google_ad]

જે અંતર્ગત કોલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો.ડો.મિતલ એન વેકરિયા દ્વારા “ક્રિયા દ્વારા આશાનું સર્જન”જેમાં આત્મહત્યા માટેના કારણો અને નિવારવા માટેના ઉપાયો જેવાકે હૂંફ, પ્રેમ, સ્મિત, મોટિવેશનલ ટોક આદિને આવરી વ્યાખ્યાન આપ્યું.

advt

[google_ad]

આ કાર્યક્રમમાં પ્રો.નરેશભાઈ ઝાલાએ આત્મહત્યા નિવારવા માટેના ઉપાયો રજૂ કર્યા. તેમજ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પ્રો.ડો.વિશ્વાસભાઈ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share