ઇકબાલગઢ પાસે ટ્રેન પટરી ક્રોસ કરતા અડફેટે આવી જતાં યુવકનું કરુણ મોત

Share

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે રેલવે પટરી ક્રોસ કરતા ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી હતી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે મનોજ બજાણીયા નામનો 18 વર્ષનો યુવક રેલવે પટરી ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

[google_ad]

બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. જ્યારે રેલ્વે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી હતી. મનોજભાઈ નામના યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજતાં સમગ્ર પંથકમાં એરાટી મચી જવા પામી હતી.

 

From – Banaskantha Update


Share