તિલકે શરૂ કરી એનાં 15 વર્ષ પહેલાં પાટણમાં શરૂ થઈ હતી ગણેશોત્સવની પરંપરા જાળવી : 1978માં શતાબ્દી ઉજવણીનો સિક્કો પણ બહાર પાડયો હતો

Share

દેશમાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત વર્ષ 1893માં લોકમાન્ય તિલકે શરૂ કરાવી હોવાનું કહેવાય છે, પરંતુ આપણું પાટણ શહેર છે, જ્યાં 1893 પહેલાં 1877-78થી સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે પાટણની શ્રી ગજાનંદ મંડળી દ્વારા થતી ગણેશોત્સવની ઉજવણી આજે પણ ચાલુ છે. આ વર્ષે અહીં 144મા ગણેશોત્સવનું આયોજન કરાશે. પાટણની શ્રી ગજાનંદ મંડળીએ પૂરાવા સાથે દાવો કર્યો છે કે, દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત પાટણે કરી હતી.

[google_ad]

ગુજરાત અને ભારતમાં સાર્વજનિક ગણેશોત્સવની સૌપ્રથમ શરૂઆત પાટણમાં વર્ષ 1877-78માં ગાયકવાડી શાસન દરમિયાન થઈ હતી. ગાયકવાડીરાજમાં વહીવટદાર એવા ગોવિંદરાવ યશવંતરાવના હસ્તે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ પાટણના રામજી મંદિર, બાદમાં રાધાકૃષ્ણ મંદિર અને પછી મરાઠી શાળામાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી.

[google_ad]

શ્રી ગજાનંદ મંડળી દ્વારા પાટણમાં આ વર્ષે 144મા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેના માટે વડોદરામાં માટીમાંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અહીંના ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશવાડીમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજી મૂર્તિંનું 11 દિવસ સુધી પૂજા-અર્ચન કરવામાં આવશે અને ત્યાર બાદ એનું વિસર્જન કરાશે.

[google_ad]

ગણેશ ઉત્સવ ઊજવવા પાછળનો મૂળ ઉદ્દેશ પરિવારના તમામ લોકો એક જ જગ્યાએ ઉપસ્થિત રહી તેમની ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી શકાય એ છે, સાથે ગણેશ ઉત્સવની શરૂઆત એક વખત ગણેશજી પોતાની માતાથી રિસાઈને ઘર છોડીને જતા રહેલા ત્યારે તેમને મનાવવા ગૌરીજી તિથિ પ્રમાણે આવતાં લોકો આનંદિત થઈ તેમને આવકાર્યા હતા, ત્યારથી મહારાષ્ટ્રીયન પરિવારના ઘરે ઘરે ગણેશચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. તો કેટલાંક પરિવારોમાં ગૌરીજીની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે. આ ગણેશ ઉત્સવ દોઢ દિવસ કે ત્રણ દિવસ કે પછી પાંચ દિવસ સુધી ઊજવવામાં આવતો હોય છે.

[google_ad]

આજના યુગમાં હવે ઈકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવવાનું શરૂ થયું છે. ત્યારે પાટણ શહેરમાં તો 1878થી ઊજવાતા ગણેશ ઉત્સવમાં તો શરૂઆતથી જ માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં બાપુરામ દેવધર અને ત્યાર બાદ કૃષણરાવ પાગેદાર માટીમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી વડોદરામાંથી માટીની મૂર્તિ તૈયાર કરી પાટણની ગણેશ વાડીમાં સ્થાપના કરવામાં આવે છે. અનંત ચતુર્દશીની મધ્યરાત્રિએ પ્રતિમાનું ઉત્થાપન કરી ગણેશજીનું પૂજા-અર્ચના સાથે વાજતેગાજતે એનું વિસર્જન કરવામાં આવે છે અને તેમની મૂર્તિ વિસર્જન સમયે થોડી માટી લઈને આવનારા વર્ષ માટેની મૂર્તિ બનાવવા માટે રાખવામાં આવે છે. ગણેશ મહોત્સવની શરૂઆત કરાઈ એ સમયથી મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદાની મૂર્તિ બનાવાતી હતી. છેલ્લા ઘણા સમયથી આ મૂર્તિ વડોદરાથી મહારાષ્ટ્રીયન પરિવાર પાસેથી બનાવીને લાવી એની સ્થાપના કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

[google_ad]

1878માં શરૂ થયેલી ભગવાન શ્રીગણેશજીની ઉજવણીના 1928માં 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ વખતના સંસ્થાના અધ્યક્ષ, ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોષીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન તમામ પરિવારોને, જેઓ સંસ્થામાં સભ્ય હતા તેમજ દાનવીર શ્રેષ્ઠીઓને ચાંદીના સિક્કા પાટણ ગજાનન મંડળી દ્વારા ભેટ આપવામાં આવ્યા હતા તેમજ 1978માં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, એમાં ભગવાનના ફોટાવાળા ચાંદીના સિક્કાની વહેંચણી કરવામાં આવી હતી.

[google_ad]

મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા શરૂ કરાયેલી ભગવાન ગણેશજીના મહોત્સવની ઉજવણી, એટલે કે ગણેશચતુર્થીની ઉજવણીને ઈ.સ. 1942માં 75 વર્ષ પૂર્ણ થતાં હોઈ, તેમની ઉજવણીની તૈયારી હાથ ધરાઈ હતી, પરંતુ એ સમયે દેશની આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી અને લોકો આઝાદીની ચળવળમાં હતા, જેને પગલે છેવટે ગણેશચતુર્થીની 75 વર્ષની ઉજવણીનો કાર્યકમ ધામધૂમથી કરવાનો મોકૂફ રાખી સાદગીથી એ કરાઈ હતી. 2020 કોરોના મહામારીને કારણે પણ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. 2021માં પણ 11દિવસ સાદગીપૂર્ણ રીતે મહોત્સવ ઊજવાશે.

[google_ad]

ગણેશવાડીમાં થતા ગણેશોત્સવના આયોજક સુનીલભાઈ પાગેદારે જણાવ્યું હતું કે ભદ્ર વિસ્તારમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા સ્થાપિત ગણેશવાડી છેલ્લાં 130 વર્ષોથી શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર બની રહી છે. તિલકજી દ્વારા દેશભરમાં સાર્વજનિક મહોત્સવની 1893માં ઉજવણી શરૂ કરવામાં આવી હતી. એ પહેલાંથી પાટણમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી થાય છે. આજે પણ અહીં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પૂજા, આરતી, હરિકીર્તન, પુરાણ, મંત્ર, જાગરણ અને નાટકના કાર્યક્રમ રાખવામાં આવે છે.

[google_ad]

advt

મહારાષ્ટ્રીયન પરિવારનાં મહિલા અગ્રણી અને જાણીતાં એડવોકેટ કુ.સંધ્યાબેન પ્રધાને જણાવ્યું હતું કે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં વર્ષ 1878માં સૌપ્રથમ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પાટણનાં નગરજનોને સાથે રાખી સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા રામજી મંદિરની સામે મરાઠી સ્કૂલ હતી એમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ બે-ચાર વર્ષ રામજી મંદિર ખાતે અને એ પછી આજ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની સ્થાપના કરી એની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિને ભદ્ર વિસ્તારમાં જ પોતાની જગ્યા મળતાં ગણેશવાડીની સ્થાપના કરી ત્યારથી જ ગણેશવાડી ખાતે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એ ઊજવવામાં આવી રહ્યો છે.

From –Banaskantha Update

 

 


Share