ડીસાના 11 સ્પધકોએ ગોવામાં એથ્લેટિક્સ સ્પર્ધામાં 7 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ મેળવી ગૌરવ વધાર્યું

Share

બનાસકાંઠા અને ડીસાના 11 યુવક-યુવતીઓએ ગોવા ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિક્સ ગેમ્સમાં 7 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ મેળવી ડીસા,બનાસકાંઠા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

[google_ad]

ગોવાના માપુસા શહેરના પેડમ સ્પોર્ટસ સંકુલમાં તા. 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ત્રિ-દિવસીય નેશનલ કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં ડીસા-કાંટ રોડ પર આવેલ જી.જી.માળી વિદ્યા સંકુલના સ્પોર્ટસ શિક્ષક અને કોચ મનિષભાઇ માળીના માર્ગદર્શન હેઠળ ડીસાના 11 યુવક-યુવતીઓએ જુદી-જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

[google_ad]

advt

એથ્લેટીક્સ સ્પર્ધામાં ડીસાના ભોયણ ગામના મહેશજી ભુનેશાએ 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જ્યારે લાખણીના ડોડાણા ગામના અલ્પેશ જામાભાઇ દેસાઇએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

[google_ad]

 

આ ઉપરાંત 200 મીટર દોડમાં વર્ષા માળી, દશરથ પઢીયારે ગોલ્ડ અને પ્રકાશ સેમાણીયાએ બ્રોન્ઝ, 400 મીટર દોડમાં ઋત્વિક મોદીએ સિલ્વર અને અશ્વિન જાટે બ્રોન્ઝ, 100 મીટર દોડમાં દિનેશ બોકરવાડીયાએ ગોલ્ડ, 800 મીટર દોડમાં દિપક જગાણીયાએ ગોલ્ડ, 3000 મીટર દોડમાં રાજેશ ચૌહાણે ગોલ્ડ અને ત્રિપલ જમ્પમાં જીગર બોકરવાડીયાએ ગોલ્ડ મેડલ મેળવી ડીસા,બનાસકાંઠા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

 

From – Banaskantha Update


Share