બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને ડીસા શહેરમાં કોવિડ વેક્સિનેશન રથ શરૂ કરાયા

Share

કોરોનાને નાથવા રસીકરણ જ એકમાત્ર આખરી ઇલાજ છે ત્યારે રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ અને જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન અને સુચના અનુસાર જીલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે.

[google_ad]

કોરોના રસીકરણને વેગ આપવા ગઇકાલ તારીખ 09/09/2021થી બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને ડીસા શહેરમાં વેક્સિનેશન રથ શરૂ કરવામાં આવ્યા છે.

[google_ad]

 

 

પાલનપુર શહેરનાં 14 વોર્ડ માટે 14 અને ડીસા શહેરનાં 12 વૉર્ડ માટે 12 જેટલાં વેક્સિનેશન રથ તૈયાર કરી કોરોના પ્રતિરોધક રસીકરણમાં બાકી રહી ગયેલા લોકોને ઘેર ઘેર જઈ રસી આપવામાં આવી રહી છે.

[google_ad]

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાને લઈ જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ શુક્રવારે પાલનપુર શહેરમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ આ કોવિડ વેક્શીનેશન રથ મારફત આપવામાં આવતી રસીકરણની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમ બનાસકાંઠા જીલ્લા આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share