જીલ્લાની જીવા દોરી સમાન બનાસ નદીમાં આવ્યા નવા નીર

Share

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી પગલે જીલ્લામાં અનેક તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમીરગઢ વિસ્તારમાં આવ્યા બનાસ નદીમાં નવા નીર.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં નહિવત વરસાદને લઈ ડેમો, તળાવો, ચેકડેમો અને નદીઓ કોરી ધાકોર હતી. જોકે, બે દિવસથી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ સર્જાતાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી વરસાદ પડતાં બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો તેમજ લોકોમાં આનંદ છવાયો હતો.

[google_ad]

બનાસ નદી જિલ્લાની મુખ્ય નદી છે, ત્યારે આં નદીમાં પાણી આવતા કૂવા બોરના તળ પણ ઉપર આવશે. બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો પાકોને જીવતદાન મળશે. આગામી બે દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં આપવામાં આવી છે. ત્યારે બનાસ નદીમાં વધુ નીર આવે તેવી પણ લોકોમાં આશા જોવા માળી રહી છે.

 

 

From – Banaskantha Update


Share