કાંકરેજના શિહોરી સબજેલ નજીક ખાર કૂવો ખુલ્લો પડતાં જોખમ

Share

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલ સરકારી ઓફીસો પર જવાના રસ્તા નજીક સબજેલનો ખાર કૂવો ખુલ્લો પડયો છે. ત્યારે વાહનો, પશુઓ અને લોકો માટે જોખમી સાબિત થયો છે. જોકે, દરરોજ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને અરજદારો રસ્તા પરથી પસાર થાય છે.

[google_ad]

ત્યારે હવે કદાચ જો કોઇ નાનું બાળક રમતાં-રમતાં કૂવામાં ઉતરી જાય તો આખરે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ર બની ગયો છે. દરરોજ ત્યાંથી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનો અવર-જવર કરે છે. ત્યારે શું કોઇ પણ વ્યક્તિનું ધ્યાન આ ખુલ્લા કૂવા તરફ જતું નહી હોય તે એક મોટો પ્રશ્ર સતાવી રહ્યો છે શું તમને લાગે છે કે, આ બધા લોકો આંખ આડા કાન કરીને પસાર થઇ રહ્યા છે તેની પાછળ ફક્ત એક જ કારણ છે કે, ચાલો જેનો મામલો છે. ત્યારે આપણે શું લેવા દેવા.

[google_ad]

જોકે, વરસાદી પાણીના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કૂવાને તાત્કાલીક રીપેર કરવામાં આવે તે લોકોની ઉગ્ર માંગ છે. ત્યારે હવે આખરે તંત્ર દ્વારા ક્યારે કૂવો રીપેર કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ર છે.

 

From – Banaskantha Update


Share