વડગામ CHCના તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ચકચાર : પીડીતાના પતિને અશ્લીલ વિડીયો મોકલ્યા

Share

વડગામમાં આવેલા સામૂહીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ તબીબ સામે વડગામ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે વડગામ પોલીસે તબીબ સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વડગામમાં આવેલા સામૂહીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ તબીબ અનિલ ડાભી સામે એક યુવતીએ વડગામ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેને ખળભળાટ મચી ગયો હતો.

આરોપી તબીબ

[google_ad]

ત્યારે પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ-2012-13થી આ યુવતીને તબીબ હેરાન-પરેશાન કરતા હતા અને 20 દિવસ પહેલાં આ યુવતીએ તબીબને કહ્યું હતું કે, મારા લગ્ન થઇ ગયા છે અને હું તમારી સાથે સબંધ નહી રાખી શકું તેમ જણાવ્યું હતું.

[google_ad]

જેને લઇ તબીબે ઉશ્કેરાઇ જઇ યુવતીનું શોષણ કરવાના ઇરાદે પોતાના મોબાઇલમાંથી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને સાંજના સમયે વડગામમાં આવેલા આરાધના ગેસ્ટ હાઉસમાં બોલાવીને તેની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ કરી મારઝૂડ કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ વડગામ પોલીસ મથકે તબીબ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share