ડીસામાં મહિલાઓ દ્વારા કેવડા ત્રીજની ધામધૂમથી ઉજવણી કરાઇ

Share

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડાત્રીજ આ દિવસને હિન્દુ સમાજની મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે વ્રત અને પૂજા કરે છે. પૌરાણિક વાર્તા અનુસાર માતા પાર્વતીએ પતિ તરીકે ભોલેનાથને પામવા માટે કરીને આજના દિવસે કેવડાના પત્રને લઈ પૂજા કરીને ભગવાનની પ્રાપ્તિ કરી હતી. એ સમયથી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રતને આદિ-અનાદિથી કરતા આવે છે.

[google_ad]

ગુરુવારે ડીસાના ભોંયણ નજીક આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં સ્ત્રીઓએ ભેગા મળીને કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરી હતી. સાથે સાથે ભગવાન શિવ અને પાર્વતીની સાચા મનથી અને વિધિસર અર્ચના પણ કરી હતી. ગુરુવારે બહોળી સંખ્યામાં સ્ત્રીઓ ભેગા મળી અબીલ, ગુલાલ, કંકુ અને કેવડાના પત્રને લઇને ભગવાન શિવ અને પાર્વતીનો ઉપવાસ રાખીને વિધિવત કેવડા ત્રીજની વાર્તા સાંભળી ઉજવણી કરી હતી.

[google_ad]

આ પ્રસંગે કોરોના મહામારી વચ્ચે સામાજીક અંતર અને માસ્ક પહેરીને પૂજા વિધિ કરતા નજરે પડયા હતા. મહિલાઓના પવિત્ર આ વ્રતમાં પોતાના પતિ માટે પોતાની લાગણી, પ્રેમ,ભાવ અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે વ્રત કરતાં મહિલાઓના ચહેરા ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.

 

From – Banaskantha Update


Share