પાલનપુરમાં તસ્કરોએ તોડી નાંખેલ ATM મશીન 20 દિવસથી બંદ હાલતમાં : આરોપી પણ ઝડપાયો નથી

Share

પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ એક બેંકના એટીએમ મશીનમાં 20 દિવસ અગાઉ અજાણ્યા તસ્કર દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એટીએમમાંથી પૈસા કાઢવા મશીનને તોડવામાં આવ્યું હતું. પરંતુ પૈસા ન નીકળતા તસ્કરને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

Advt

[google_ad]

જોકે, ચોરીના નિષ્ફળ પ્રયાસ બાદ એટીએમનું સમાર કામ કરવામાં ન આવતા આ એટીએમ છેલ્લા વીસ દિવસથી બંધ હાલતમાં પડ્યું છે. પાલનપુર શહેરના હાર્દ સમાં કોઝી વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બેંકના એટીએમમાં ગત 19 ઓગષ્ટની રાત્રે એક અજાણ્યા તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેના એટીએમમાંથી પૈસા હાથ ન લાગતા તેને એટીએમની તોડફોડ કરી હતી. જેને લઈ આ મશીન ખોટવાઈ જવા પામ્યું હતું.

[google_ad]

જોકે, એટીએમમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ચોરીના પ્રયાસની ઘટના કેદ થતા આ મામેલ પશ્ચિમ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ આરોપી પકડાયો નથી. બીજી બાજુ ખોટવાયેલા એટીએમનું સમાર કામ કરવામાં ન આવતા આ એટીએમ મશીન છેલ્લા વીસ દિવસથી બંધ હાલતમાં હોઈ આ વિસ્તારના લોકો તેમજ સેન્ટ્રલ બેંકના ખાતેદારોને પૈસા ઉપાડવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.

 

From – Banaskantha Update


Share