ગરીબ માણસને ધ્યાનમાં રાખી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ : સાંસદ પરબતભાઇ પટેલ

Share

પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જીલ્લાના સાંસદ પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-2021-22ના 15 ઓગષ્ટ-2021 અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

[google_ad]

આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે, ગરીબ માણસને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત નાણાં ફાળવવામાં આવે છે તેનો લાભ સાચા અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ.

[google_ad]

સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંતરીયાળ કે છેવાડાના વિસ્તારમાં રહેતાં લોકોને સરળતાથી સુખ- સુવિધા પ્રાપ્ત થાય તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપી તે કામો ઝડપથી પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે, લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ સહિત તમામ સુવિધાઓ આપવા તે વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી ગ્રામજનોના ભલા માટે કામો કરીએ. તેમણે જણાવ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પણ આપણે વિકાસ કામો અટકવા દીધા નથી અને તંત્રએ લોકોના જીવ બચાવવા પણ ખુબ મહેનત કરી છે જે અભિનંદનને પાત્ર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાઓ સહિતની યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.

[google_ad]

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતુંકે, ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે વિકાસકામો સમય મર્યાદામાં પૂર્ણ કરી જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવીએ. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી.

[google_ad]

બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોજયમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કૌશલ વિકાસ યોજના, ડીજીટલ ઇન્ડીયા, આદર્શ ગ્રામ યોજના, સુગમ્ય ભારત, નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સીટી મિશન સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

[google_ad]

advt

આ બેઠકમાં પાટણ જીલ્લાના સાંસદ ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતાજી મકવાણા, ધારાસભ્યો સર્વ મહેશભાઇ પટેલ, નથાભાઈ પટેલ, શિવાભાઇ ભૂરીયા, કાંતિભાઇ ખરાડી, તાલુકા પંચાયતના પ્રમુખો, યુ.જી.વી.સી.એલ.ના વિશેષ મુખ્ય ઇજનેર એલ.એ.ગઢવી સહિત જીલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

From – Banaskantha Update


Share