ભાભરની પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણી ભરાતાં વિદ્યાર્થીઓમાં રોગચાળાનો સંકટ

Share

ભાભરની પ્રાથમિક શાળા નજીક છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે. જેમાં ખાડીયા વિસ્તારની શાળાની આજુબાજુ વરસાદી પાણી ભરાતાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. જ્યારે વરસાદી પાણી ભરાતાં 200થી વધુ વિદ્યાર્થીઓ ઉપર આરોગ્યનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે વરસાદી પાણીના લીધે ગંદુ પાણી અને મચ્છરનો ઉપદ્રવે માઝા મૂકતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકના આરોગ્ય સામે ખતરાની દહેશત સેવાઇ રહી છે.

[google_ad]

ભાભરની પ્રાથમિક શાળા નજીક છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પાણી ભરાઇ રહે છે. જેથી અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડતા પડે છે અને પાણી ભરાઇ રહેતાં અવર-જવરમાં ભારે મુશ્કેલી પડે છે. જ્યારે ખાડીયા વિસ્તારની શાળાની આજુબાજુ વરસાદી પાણી ભરાતાં દુર્ગંધ મારી રહ્યું છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે.

[google_ad]

શાળામાં વરસાદી પાણી ભરાતાં 200થી વધુ વિદ્યાર્થીઓ ઉપર આરોગ્યનો ખતરો મંડરાઇ રહ્યો છે. વરસાદી પાણીના લીધે ગંદુ પાણી અને મચ્છરનો ઉપદ્રવએ માઝા મૂકતાં બાળકો અને શિક્ષકના આરોગ્ય સામે ખતરાની દહેશત સેવાઇ રહી છે.

[google_ad]

advt

 

સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ કરાયો નથી. જ્યારે પાણીનો નિકાલ કરવાની કોઇ જ વ્યવસ્થા કરાઇ નથી. પાણીનો નિકાલ ન થાય તો શાળાના પ્રાંગણમાં જ રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. માંડ માંડ શાળામાં કલરવ શરૂ થયો હતો. ત્યાં જ શાળામાં વરસાદી પાણી ભરાતાં રોગચાળાનો ખતરો માથે મંડરાયો છે.

 

From – Banaskantha Update


Share