બનાસકાંઠામાં લાંબા સમય બાદ ધમાકેદાર આગમન : અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ

Share

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેમજ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જીલ્લા અધિક નિવાસી કલેક્ટરે પણ જીલ્લાના તમામ અધિકારીઓને ચાર દિવસ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને વરસાદને લઇ એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં પણ ક્યાંય વરસાદ દેખાતો ન હતો છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતના કારણે બનાસકાંઠા જીલ્લા પર અનેક સમસ્યાઓ ધરાઈ હતી ખાસ કરીને બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને વરસાદ વગર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

[google_ad]

ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લાના અનેક તાલુકાઓમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ જીલ્લાના ખેડૂતોને પોતાના પશુઓનું પાલન કરવા માટે ઘાસચારાની જરૂરિયાત હતી. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં સારા વરસાદથી પશુપાલકોને રાહત થઇ છે પરંતુ ખેડૂતોને આ વરસાદથી કોઈ ફાયદો થઇ શકે તેમ નથી.

[google_ad]

મોડે મોડે પણ ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ હવે બનાસકાંઠા જીલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં ડીસા, પાલનપુર, કાંકરેંજ, લાખણી, વાવ, ભાભર સહિત ના વિસ્તારોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેથી ખેડૂતો પણ હરખાયા છે. જીલ્લામાં છેલ્લા બે દિવસથી અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ નું આગમન થયું છે તેના કારણે લોકોએ પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જીલ્લામાં ફરી એકવાર ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.

[google_ad]

તો બીજી તરફ ભારતીય મોસમ વિભાગ તરફથી આગામી 12 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં પણ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે જેને લઈ જીલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે બનાસકાંઠા જીલ્લા અધિક નિવાસી કલેકટર એ ટી પટેલે પણ ગુરુવારે તમામ અધિકારીઓને વરસાદને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે.

[google_ad]

તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, સહિત તમામ અધિકારીઓએ આગામી 12 તારીખ સુધી હેડ ક્વાર્ટર ન છોડવા માટેની પણ તાકીદ કરાઈ છે. તેમજ યુ.જી.વી.સી.એલ., ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોને પણ સ્ટેન્ડ બાય કરાઈ છે.

[google_ad]

advt

 

અને ઓફિસમાં પૂરતો સ્ટાફ રાખવો અને કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક તેને રિપોર્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે, ભારે વરસાદના પગલે લોકોના જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્ર એલર્ટ મોડ પર થઈ ગયું છે.

 

From – Banaskantha Update


Share