પાણીના એક એક બુંદનો બચાવ કરી કરકસરપૂર્વક ઉપયોગ કરીએ : જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે

Share

વડગામ તાલુકાના ઘોડીયાલ ખાતે જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના હસ્તે રૂ. 29.60 લાખના પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ થયું

[google_ad]

નલ સે યોજના અંતર્ગત વડગામ તાલુકાના ઘોડીયાલ ખાતે બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના હસ્તે રૂ. 29.60 લાખના ખર્ચથી નિર્માણ પામેલ પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સરકારની નલ સે જલ યોજનામાં ઘર ઘર સુધી નળ મારફત પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાણીના એક એક બુંદનો બચાવ કરી કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

[google_ad]

વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા મનરેગા જેવી વિવિધ યોજનાનો લાભ લઈ ભૂગર્ભમાં જલ ભંડારો ભરીને સમૃધ્ધ બનાવીએ. તેમણે કહ્યું કે, નલ સે જલ યોજનામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટી તંત્રના અનેક પ્રયાસોથી લોકોના ઘર આંગણે પીવાનું પાણી પહોચ્યું છે. ઘોડીયાલ ગ્રામજનોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઉંચાણ અને નીચાણવાળા વિસ્તારોને ધ્યાને લઇ સમાન અને પ્રેસરથી પાણી પહોંચે તે માટે જુદા-જુદા આઠ ઝોન વાઈઝ પાણી નિયત સમય પ્રમાણે પાણી આપવામાં આવશે જેનાથી ગ્રામજનોના ઘર આંગણે પીવાનું પાણી મળી રહેશે.

[google_ad]

તેમણે કહ્યું કે, કોઈ પણ યોજના ત્યારે જ સફળ થાય છે જ્યારે ગામ લોકોનો સહકાર હોય છે, આમ ઘોડીયાલ ગ્રામ પંચાયતની પાણી સમિતિ અને વાસ્મોની કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમજ જીલ્લા વિકાસ અધિકારીએ ઘોડીયાલ ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ નલ સે જલ અંતર્ગતની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

[google_ad]

પ્રારંભ સ્વાગત પ્રવચન કરતાં વાસ્મોના યુનિટ મેનેજર કૈલાશબેન એન. મેવાડાએ જણાવ્યું હતું કે, તમામ ઘરોને નળ કનેક્શનથી પીવાનું પાણી આપવા માટે વર્ષ-2022 સુધીમાં પૂર્ણ કરવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે ત્યારે આપણાં જીલ્લામાં કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. વાસ્મો કચેરી દ્વારા વડગામ તાલુકામાં એક થી દોઢ માસમાં 100 ટકા નલ સે જલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

[google_ad]

આ પ્રસંગે વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, વડગામ તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરી, જીલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન કરેણ, તાલુકા પંચાયત સદસ્ય રમીલાબેન, સરપંચ મંજુલાબેન પંચાલ, ઘોડીયાલ ગ્રામ પંચાયતનાં પાણી સમિતિના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

From – Banaskantha Update


Share