ડીસાની એક જ્વેલર્સમાં પિતા અને બે પુત્રોએ લોકો સાથે કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવ્યું : પોલીસે એક પુત્રની અટકાયત કરાઇ

Share

આજના સમયમાં લોકો રૂપિયા કમાવવા માટે શોર્ટ કટ અપનાવતાં હોય છે અને લોકો સાથે છેતરપિંડી કરતાં જરા પણ અચકતાં નથી. ત્યારે ડીસામાં પણ પિતા અને બે પુત્ર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં આવેલી આલ્પા જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં રમેશભાઇ ધર્માભાઇ સોની તેમના બે પુત્ર સંજય સોની અને રીતેશ સોનીએ સોના-ચાંદીના દાગીના લઇ હોલમાર્ક કરી આપવાનું કહી અને દાગીના બનાવાનું કહી અનેક ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા લઇ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.

[google_ad]

છેલ્લા ઘણા સમયથી સંજય સોની, પિતા રમેશભાઇ સોની અને ભાઇ રીતેશ સોની લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા હતા. આ અંગેની ફરિયાદ તાજેતરમાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં નોંધાતાં ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા.

 

[google_ad]

ત્યારે પોલીસે પોતાના સ્ત્રોતની મદદથી બુધવારે સંજય સોનીને ઝડપી પાડવામાં આવ્યો છે. ડીસા શહેર ઉત્તર પોલીસે તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ હજુ પણ બે શખ્સો પોલીસ પકડથી બહાર.

 

From – Banaskantha Update


Share