જૂનાડીસા ગામને આદર્શ ગ્રામ યોજના હેઠળ રાજ્યસભાના સાંસદે દત્તક લીધું : સુવિધાઓમાં વધારો થશે

Share

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જૂનાડીસા માટે આનંદના સમાચાર છે કે, જૂનાડીસા ગામના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ દિનેશચંદ્ર જે. અનાવાડીયાએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ જૂનાડીસા ગામને દત્તક લીધું છે. રાજ્યસભા સાંસદના આ નિર્ણયથી જૂનાડીસાનો સર્વાગી વિકાસ થશે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પૂરતાં પ્રમાણમાં લાભ મળશે અને માળખાકીય સુવિધાઓમાં વધારો થવાથી આવનારા સમયમાં જૂનાડીસા ગામ વિકાસની નવી ઉંચાઇઓ હાંસલ કરી વિકાસની હરણફાળ ભરશે.

[google_ad]

 

કેન્દ્ર સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સાંસદો દ્વારા વર્ષ-2024 સુધીમાં 5 ગામો દત્તક લેવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ જૂનાડીસાની પસંદગી કરી રાજ્ય સાંસદ દ્વારા જૂનાડીસામાં એપ્રોચ રોડ ફોરલેન ડીવાઇડર સાથે બનાવવા અંગે, જૂનાડીસા હાઇવે પર ઉપર નવિન પોલીસ સ્ટેશન શરૂ કરવા અને હાલમાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહીક કેન્દ્રમાં અપગ્રેડ કરવા રજૂઆત કરવામાં આવી છે.

[google_ad]

રોડ, પાણી, આરોગ્ય સેવા ભવિષ્યમાં ઘનિષ્ઠ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાના આ નિર્ણયને આવકારી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, ગામના આગેવાનો અને ગ્રામજનોએ સાંસદનો આભાર વ્યક્ત કર્યો છે. તેમ રાજ્યસભા સાંસદના અંગત મદદનીશ રાજેન્દ્ર પટેલે જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share