થરાદમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાને આઇ.પી.એસે. ઝડપી પાડયું

Share

બનાસકાંઠા જીલ્લાના થરાદમાંથી પોલીસે દેહ વિક્રયની અનૈતિક પ્રવૃતિનો ગોરખધંધો ઝડપી પાડયો છે. પોલીસે સ્પાની આડમાં ચાલી રહેલા આ ગોરખધંધામાં સ્પાના મેનેજર સહિત રૂ. 7500 ની રોકડ રકમ પણ કબ્જે કરી છે.

[google_ad]

સરહદી બનાસકાંઠા જીલ્લામાં પોલીસે દેહવિક્રયનો ગોરખધંધો ઝડપી પાડયો છે. થરાદમાં આવેલા એ-વન સ્પામાં આ કૂટણખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળતાં થરાદના મહીલા આઈ.પી.એસ. પૂજા યાદવે ડમી ગ્રાહક મોકલીને આ સ્પા સેન્ટર ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે.

[google_ad]

થરાદના બોમ્બે માર્કેટમાં આવેલા એ-વન સ્પામાં પર પ્રાંતિય યુવતીઓને બોલાવીને નાણાકીય પ્રલોભન આપીને અનૈતિક પ્રવૃતિઓ આચરવામાં આવતી હતી. પોલીસે આ સફળ ઓપરેશનમાં સ્પાના મેનેજરની અટકાયત કરી સ્પા પરથી રૂ. 7500 ની રોકડ રકમ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઝડપાયેલા શખ્સો

  • મેહુલકુમાર ઈશ્વરલાલ પટેલ (રહે.વાડી ચોક, ઉંઝા, તા.ઉંઝા, જી.મહેસાણા)
  • રમેશભાઈ ધુડાભાઈ જોષી (રહે.ઘંટીયાળી, તા.થરાદ)

 

From – Banaskantha Update


Share