પાલનપુરમાં ભારતીય કિસાન સંઘે રામધૂન બોલાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં બુધવારે ભારતીય કિસાન સંઘે સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની અનેક સમસ્યાઓથી પીડાતાં ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા હલ ન થતાં આખરે કંટાળેલા ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના પીડિત ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. અગાઉ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓએ ઉત્તર ગુજરાતની નદીઓમાં નર્મદાનું પાણી લાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી અને દિવસેને દિવસે વરસાદ ઓછો પડતાં ઉત્તર ગુજરાતની નદીઓ સુકાઈ ગઈ છે.

[google_ad]

આ સિવાય થ્રી ફેજ કનેક્શન પરથી ચાર્જ નાબૂદ કરવા માટે અને સરકારે લાવેલ ટોપ યોજનામાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતોનો પણ સમાવેશ થાય તે માટે અનેકવાર રજૂઆત કરી હતી તેમ છતાં પણ સરકારે હજુ સુધી ખેડૂતોના પ્રશ્નો મામલે કોઇ જ લક્ષ્ય આપ્યું નથી કે, આ મામલે કોઇ જ વિચારણા કરી નથી.

 

જેથી કંટાળેલા ખેડૂતો બુધવારે પાલનપુર કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા અને સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે વિચારણા કરે તે માટે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

From – Banaskantha Update


Share