કાંકરેજના નાના જામપુર ગામની બનાસ નદીમાં દીપડાએ બે ખેડૂતો પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

Share

કાંકરેજ તાલુકાના નાના જામપુર ગામની બનાસ નદીના પટમાંથી બુધવારે સવારે પોતાના ખેતર તરફ જઇ રહેલા બે ખેડૂતો ઉપર દીપડાએ અચાનક આવી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.

[google_ad]

જેમાં બે ખેડૂતોને ઘાયલ કરતાં સારવાર અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે શિહોરી ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે ટીમ દોડી તપાસ હાથ ધરી છે. જ્યારે દીપડાએ દેખા દેતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના નાના જામપુર ગામની બનાસ નદીના પટની આજુબાજુ ખેતરો આવેલા છે. ત્યારે બુધવારે સવારે પોતાના ખેતર તરફ વધસજી ઠાકોર અને કિરીટજી ઠાકોર પસાર થઇ રહ્યા હતા.

[google_ad]

તે દરમિયાન અચાનક દીપડાએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. બંને ખેડૂતોએ બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.

[google_ad]

જ્યારે દીપડો હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જ્યારે બંને ખેડૂતોને સારવાર અર્થે થરા રેફરલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ શિહોરી ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગના ઓફીસર અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.\

[google_ad]

જ્યારે લોકોને ખેતરોમાં જવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આખરે તંત્ર દ્વારા આ જંગલી જાનવરને ક્યારે પાંજરે પૂરવામાં આવશે તે એક પ્રશ્ર બની ગયો છે. દીપડો દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જ્યાં અવાર-નવાર નદી વિસ્તારમાં જંગલી જાનવર દેખા દે છે.

 

From – Banaskantha Update


Share