ધાનેરા: કપડાં સુકાવતા પુત્રીને લાગ્યો કરંટ, માતા છોડાવવા જતાં બંનેના ઘટના સ્થળે મોત

Share

બનાસકાંઠાના ડીસામાં અઠવાડિયા અગાઉ વીજ કરંટ લાગતા એક વીજ કર્મચારીનું મોત થયું હતું, જ્યારે પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ ખેતરની વાડને અડતા વીજ કરંટ ગયો હતો, જેમાં માતા અને બે પુત્રોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે વધુ એક ગોજારી ઘટના ધાનેરાથી સામે આવી છે. ધાનેરાના બાપલા ગામે વીજ કરંટ લાગતાં માતા-પુત્રીના મોત થયા છે.

[google_ad]

મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના બાપલા ગામે રહેતા પરિવારની પુત્રી બપોરના સમયે કપડા સુકવી રહી હતી, તે દરમિયાન લોખંડના તારમાં અર્થીન્ગના કારણે કરંટ પસાર થઈ રહ્યો હતો અને તેજ સમયે કપડા સૂકવવા જતા પુત્રીને વીજ કરંટ લાગતા તેણે ચીસાચીસ કરી હતી.

[google_ad]

પુત્રીએ ચીસાચીસ કરતાં તેની માતા પુત્રીને બચાવવા માટે દોડી આવી અને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીને છોડાવતાં માતાને પણ વીજ કરંટનો ઝટકો લાગતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માતા-પુત્રીની બુમો સાંભળી તેના પરિવારજનો અને આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી બંનેને કાળ ભરખી ગયો હતો.

[google_ad]

ઉલ્લેખનીય છે કે, ડીસામાં પણ અઠવાડિયા અગાઉ વીજ કરંટ લાગતા એક વીજ કર્મચારીનું મોત થયું હતું. જ્યારે પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ ખેતરની વાડને અડતા વીજ કરંટ ગયો હતો, જેમાં માતા અને બે પુત્રોના કરુણ મોત નીપજ્યા હતા.

 

From – Banaskantha Update


Share