લાખણીની ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું

Share

લાખણી તાલુકાના તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો મામલતદાર કચેરી એકત્રિત થયા હતા. હાલની પરિસ્થિતી અને વરસાદ ખેચાતાં ગાયો માટે ઘાસચારાની અછત વર્તાઇ રહી છે. ત્યારે સરકાર પાસે મદદની માંગ સાથે તેમજ ગાયને માતાનો દરરજો આપવા મામલતદારને મંગળવારે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

[google_ad]

લાખણી તાલુકામાં 19 જેટલી ગૌશાળાઓ અત્યારે છે. વરસાદ ખેચાતાં ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે. ત્યારે લોક ફાળાથી પહોંચી વળાય તેમ નથી બીજી બાજુ કોરોનાને કારણે આવકમાં પણ ઘટાડો થયેલ હોઇ સરકાર પાસે દુસ્કાળ ગ્રસ્ત જાહેર કરવા અપીલ કરાઇ છે. મંગળવારે લાખણી તાલુકાના તમામ ગૌશાળા સંચાલકોએ જણાવ્યું કે, ગુજરાત સરકાર ગાયને માતાનો દરજજો આપે તેવી માંગ કરી હતી.

 

From – Banaskantha Update


Share