દાંતા-અંબાજી હાઇવે પર ટવેરા ગાડીને અકસ્માત નડ્યો : પતિ-પત્ની અને એક બાળકીનો આબાદ બચાવ

Share

દાંતા-અંબાજી હાઇવે પર સોમવારે હરીવાવ આગળ ટનીગમાં ટવેરા ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં પતિ-પત્ની અને એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સ્થાનિકો દોડી આવી ગાડી ઉભી કરી બહાર કાઢ્યા હતા. જ્યારે 108વાન મારફતે દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતા-અંબાજી હાઇવે પર સોમવારે હરીવાવ આગળ ટનીગમાં ટવેરા નં. RJ-24-TA-0857 ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં પતિ-પત્ની અને એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો.

[google_ad]

 

જેમાં અકસ્માતની જાણ આજુબાજુના સ્થાનિક લોકોને થતાં દોડી આવી ગાડી ઉભી કરી બહાર નીકાળ્યા હતા. જ્યારે 108 વાન મારફતે દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે વધુ ગંભીર હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

From – Banaskantha Update


Share