ધાનેરાની જાડી પ્રાથમિક શાળામાં સાપ આવતા દોડધામ

Share

ધાનેરા તાલુકાના જાડી ગામે આવેલી શાળા નંબર બેમાં ગતરોજ સાપ નીકળતા બાળકોમાં દોડધામ મચી હતી. આખરે ગ્રામજનોએ મહા મુસીબતે સાપને પકડી અન્ય સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.

[google_ad]

ધાનેરા તાલુકાની જાડી બે શાળાનું વર્ષો જૂનું મકાન હોવાના કારણે દીવાલો પર તિરાડો પડી છે. ઓરડાના ભોંયતળિયાનું પ્લાસ્ટર ઉખડી જતા નાના મોટા જીવ જંતુ નીકળી આવતા હોય છે. જેના કારણે શાળાએ આવતા બાળકોના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે.

Advt

[google_ad]

જોકે, ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં જિલ્લાના અધિકારીઓને જર્જરતી મકાનને દૂર કરવાનો સમય નથી. ગતરોજ ધોરણ 6થી 8ના બાળકો શાળાએ આવ્યા હતા.

advt

[google_ad]

શાળા સમય દરમિયાનએ મસમોટો કાળો સાપ નીકળી આવતા બાળકો ભયભીત થઈ ગયા હતા. શાળાનું મકાન જર્જરીત હોવાના કારણે ગમે તે જગ્યાએ ઝેરીલા જીવ જંતુ રહેતા હોય છે. આખરે શાળાના શિક્ષકોએ ગ્રામજનોની મદદથી સાપને અન્ય અવાવરું જગ્યાએ છોડી મુકવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share