ધાનેરામાં નવિન પુલ બાજુનો સર્વિસ રોડ બન્યો માથાના દુઃખાવા સમાન

Share

ધાનેરામાં નવિન પુલ બાજુનો સર્વિસ રોડ લેવલ ન કરતાં ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે.

[google_ad]

વારંવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઇ જ કામ થયું નથી. જેથી સર્વિસ રોડ તાત્કાલીક ન બનાવવામાં આવે તો રા. કિસાન સંઘના આગેવાન ચક્કાજામની ચિમકી ઉચ્ચારશે.

[google_ad]

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ અને ગટર બનાવવા માટે ગ્રાન્ટોની ફાળવણી કરે છે. પરંતુ કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારથી રોડ બનાવેલા તરત તૂટી જાય છે. જ્યારે ધાનેરામાં કરોડો રૂપિયાના ખર્ચે નવિન પુલ બનાવવામાં આવ્યો છે.

[google_ad]

પરંતુ બાજુમાં આવેલ સર્વિસ રોડ લેવલ ન કરતાં ખાડામાં વરસાદી પાણી ભરાતાં માથાના દુઃખાવા સમાન બન્યો છે. જેમાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

Advt

[google_ad]

જ્યારે પુલના નિર્માણ કાર્યથી સતત વિવાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક લોકોએ વારંવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી સર્વિસ રોડનું કામ થયું નથી.

 

[google_ad]

જ્યારે કોન્ટ્રાક્ટરની મનમાનીથી લોકો લાચાર થઇ ગયા છે. કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે. સર્વિસ રોડ તાત્કાલીક ન બનાવવામાં આવે તો રા. કિસાન સંઘના આગેવાન કાળુભાઇ તરક ચક્કાજામની ચિમકી ઉચ્ચારશે.

 

From – Banaskantha Update


Share