થરાદના પઠામડામાં સ્મશાન ભુમીમાં કમ્પાઉન્ડ દીવાલમાં ગેરરીતિ થયાનો આક્ષેપો

Share

થરાદના પઠામડા ગામે કમ્પાઉન્ડ દીવાલમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરતા સ્થાનિકો સીધા આક્ષેપ તાલુકા પચાયતના બાંધકામ વિભાગ પર કરતા મુદ્દો ટોલ્ક ઓફ ટાઉન.

[google_ad]

સરકારે અનેક યોજના થકી ગામનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે એ કામમાં ગેરરીતિ થતા વિકાસના કામ જ સરકારને બદનામ કરે છે જો વાત કરવામાં આવે થરાદના પઠામડાં ગામની તો અહીંયા સ્મશાન ભૂમિમાં કમ્પાઉન્ડ વોલ બનાવવમાં આવી રહી છે જેમાં શરૂઆતથી કામમાં ગેરરીતિના સુર ઉઠ્યા છે.

[google_ad]

ગામલોકો ગેરરીતિ બાબતે થરાદના બાંધકામ શાખાની મિલીભગત હેઠળ મનમૂકીને ગેરરીતિ કરવાનો સનસનાટી ભર્યો આક્ષેપ થતા થઈ રહેલા કામ બાબતે અનેક સવાલો ઉભા થયા છે.

[google_ad]

જ્યારે સ્થાનિકે પરબમાં ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવીને તાલુકા પંચાયતમાં રજુઆત કરી હતી પણ ગેરરીતિમાં સામેલ હોય એમ તપાસ ન કરી કોન્ટ્રાક્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારી આ બાબતે તપાસના ચક્રોગતિમાન કરે તો સરકાર બદનામ થતી બચે અને ગામમાં મજબૂત વિકાસ થાય પણ આ શક્ય ક્યારે બનશે એ કહેવું જ હાલ તો મુશ્કેલ છે…

 

 

From – Banaskantha Update


Share