ધાનેરાના નવીન પુલની બાબતે ખેડૂત આગેવાન મેદાનમાં આવીને ચક્કાજામ કર્યો : મામલતદારને આવેદનપત્ર આપી કરી રજુઆત

Share

ધાનેરાના નવીન પુલની બાજુના સર્વિસ રોડ અને સીડી મુકવાની માંગ સાથે ચક્કાજામ કરી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી કરી રજુઆત.

 

[google_ad]

ધાનેરા રેલવેઓવર બ્રિજની બન્ને બાજુ સર્વિસરોડ બનાવવાની માંગ સાથે ખેડૂત આગેવાનો ચક્કાજામ કરી મામલતદારને આવેદનપત્ર આપી સુવિધા પૂર્ણ કરાવવની માંગ કરી હતી રાષ્ટ્રીય કિસાન સંઘના બેનર હેઠળ સર્વિસ રોડનો પ્રશ્ન ઉકેલાવની માંગ સાથે ચક્કાજામ કરતા ધાનેરા પોલીસે તમામને અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

[google_ad]

નોંધનીય બાબત એ પણ છે કે હાઇવે ઓથેરેટીના અધિકારીઓ દ્રારા સર્વિસ રોડ ન બનાવતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે શાળાના 5 હજાર બાળકોની સાથે વાહનો અને સ્થાનિકોની અવરજવર છે જે રસ્તો રીપેર ન થતા આખરે ખેડૂત આગેવાન મેદાનમાં આવીને ચક્કાજામ કરવા મજબૂર બન્યા હતા.

[google_ad]

હાલ સર્વિસ રોડ અણધારી આફત વ્હોરે એવી પરિસ્થિતિ છે છતાં હાઇવે વિભાગના અધિકારીઓ જાણે મોટી દુધટનાની રાહ જોઈને બેઠા હોય એવી પરિસ્થિતિ છે ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કડક સૂચના આપી સત્વરે આ સળગતો પ્રશ્નની નિરાકરણ કરે એ લોકોની માંગ છે.

 

From – Banaskantha Update


Share