SOUADTGA ખાતેથી પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનું લોકાર્પણ કરાયું

Share

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારત રત્ન લોખંડી પુરૂષ સરદાર પટેલને યોગ્ય શ્રધ્ધાંજલિ આપવા માટે અને આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર પટેલે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપિત કરી છે.

 

[google_ad]

સાથે સાથે ઇકો-ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજીક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મૂક્યા છે. તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે. સાથે સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણ રૂપ કાર્ય પણ થયું છે.

 

 

 

[google_ad]

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી અને સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રીની દૂરંદેશી ભરી નીતી રહી છે. આ દિશામાં અજાડ કદમ ઉઠાવતાં ગત તા. 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના રોજ માનનીય પ્રધાનમંત્રીએ SOUADTGA વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેને સાકાર કરતાં શુક્રવારથી 10 જેટલી મહીલા સંચાલિત ઇ-રીક્ષાનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યું છે.આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે 60 જેટલી સ્થાનિક આદિવાસી મહીલાઓને ઇ-રીક્ષા પરિચાલનની વિધીસરની તાલીમ આપવામાં આવી છે. જેથી મહીલાઓ પગભર થઇ શકે. હાલમાં 27 જેટલી મહીલાઓની બીજી બેચને પણ ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

 

 

 

[google_ad]

શુક્રવારે પ્રથમ દિવસે જ કેવડીયામાં પધારેલ નવસારી સાંસદ સી.આર.પાટીલે મહીલા સંચાલિત ઇ-રીક્ષામાં સવારી કરી હતી. તેઓની સાથે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હતા.આ અંગે સાંસદ સી.આર.પાટીલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘આ વિસ્તાર દેશનો પ્રથમ ઇ-વ્હીકલ વિસ્તાર બનાવવાનો નિર્ધાર માનનીય પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો અને શુક્રવારથી તેનું પ્રથમ ચરણની શરૂઆત થઇ છે. હું મહીલાઓ સંચાલિત ઇ-રીક્ષામાં પ્રવાસ કર્યો છે મને ઘણો આનંદ થયો અને બહેનોને પણ હું અભિનંદન પાઠવું છું.’ શુક્રવારથી ઇ-રીક્ષાની શરૂઆત કરવામાં આવતાં ચાલક મહીલાઓમાં ઘણી ખુશી છવાઇ હતી.

 

From-Banaskantha update


Share