ડીસાના રસાણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ કોલેજના ટોર્ચરથી આત્મહત્યા કરતા નોંધાઇ ફરિયાદ

Share

ડીસાના રસાણા ખાતે આવેલ ભારત નર્સિંગ કોલેજમાં કોલેજના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસરના ટ્રોચરના કારણે વિદ્યાર્થીએ અમદાવાદની સાબરમતી નદીમાં આત્મહત્યા કરતા મૃતક વિદ્યાર્થીના ભાઈએ ભારત નર્સિંગ કોલેજના પ્રિસિપાલ તેમજ પ્રોફેસરના વિરુદ્ધમાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના રસાણા ગામ ખાતે આવેલ ભારત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા પરેશ પૂંજાભાઈ સુથારને તારીખ 27ના રોજ કોલેજમાં ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થી પરેશ સુથારને તેમજ બે બીજા વિદ્યાર્થીને કોપી કરતા પ્રોફેસર કમલેશભાઈ પાટીદારએ પકડયા હતા જેમાં પ્રોફેસર કમલેશ પાટીદાર દ્વારા પરીક્ષા ખંડમાં જાહેરમાં ધમકાવી ત્રણ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ માનસીબને આચાર્યની ઓફિસમાં લઈ ગયા.

[google_ad]

ત્યારે બાદ પ્રિન્સિપાલ માનસીબેન આચાર્યએ પરેશ સુથારને બે ચાર લાફા મારી દીધેલ તેમજ ઓફીસમાં ધમકાવી કહેલ કે આના કરતાં પંખે લટકી જાઓ લેવા શબ્દો બોલેલ ધમકાવી ત્યાર બાદ એક કલાક ઓફીસમાં ઉભા રાખેલ ત્યાર બાદ પરેશ સુથારને એક વર્ષ માટે સસ્પેન્ડ કરેલ તેમજ બીજા વિદ્યાર્થીઓને એક માસ માટે સસ્પેન્ડ કરેલ જેથી પરેશ સુથારને લાગી આવતા પરેશ સુથાર અમદાવાદની સાબરમતી ખાતે જઈ આત્મહત્યા કરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

કોલેજના પ્રિન્સિપાલ માનસીબને આચાર્ય તેમજ પ્રોફેસર કમલેશભાઈ પાટીદાર દ્વારા અવાર નવાર પરેશ સુથારને તેના ફિયુચર ખરાબ કરવાની તેમજ ધમકાવતા પરેશ સુથારે આત્મહત્યા કરી છે. જેથી પરેશ સુથારના ભાઈ વિષ્ણુભાઈ પુંજાભાઈ સુથારએ ડીસા તાલુકા પોલીસ મથકે ભારત નર્સિંગ કોલેજના પીન્સિપાલ માનસીબને આચાર્ય તેમજ પ્રોફેસર કમલેશભાઈ પાટીદારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share