ડીસા સાઈબાબા મંદિરમાં ચાલતી ભાગવત પારાયણ કથામાં ભગવાનના મામેરાનો કાર્યક્રમ યોજાયો

Share

હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં લોકો તરફથી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગ સ્વરૂપે ડીસા સાઈબાબા મંદિરમાં ભાગવત પારાયણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

[google_ad]

સાત દિવસ ચાલવા વાળી આ કથામાં આજરોજ ભગવાનનું મામેરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના જાણીતા શૈલેષભાઈ ડ્રેસવાલા તેમજ જાગીરદાર સમાજના બહાદુરસિંહ વાઘેલા મામેરુ લઈ કથા મંડપમાં આવી પહોંચ્યા હતા.

[google_ad]

ઢોલ નગારા સાથે મામેરુ ભરવામાં આવ્યું હતું મામેરુ કથામંડપમાં આવતાની સાથે જય શ્રી કૃષ્ણ નંદ ઘેર આનંદ ભર્યોના નારા સાથે આખો કથા મંડપ ભક્તિમય વાતાવરણમાં સ્કૂલ બન્યો હતો મામેરું કથા મંડપમાં આવતાની સાથે જ કથા મંડપમાં હાજર રહેલા ભક્તોએ નાચગાન સાથે મામેરાની વધાવ્યું હતું આજના આ પ્રસંગમાં ડીસાની જનતા જાગીદાર સમાજના આગેવાનો અને ડીસાના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share