ડીસા ઉત્તર પોલીસે ગણતરીના સમયમાં બે મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો : શખ્સને પોલીસે ઝડપ્યો

Share

ડીસા શહેર ઉત્તર પોલીસે અંબાજી મંદિર અને ડીસા તાલુકાના માલગઢ ગામની જોગમાયા મંદિરમાં થયેલ ચોરીના શખ્સને બાતમીના આધારે ગણતરીના સમયમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. જ્યારે પોલીસે ચોરી થયેલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, તાજેતરમાં ડીસા શહેરના લેખરાજ ચાર રસ્તાથી વાડી રોડ જતાં રસ્તા ઉપર આવેલ અંબાજી માતાજીના મંદિરમાં રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ માતાજીનો મુગટ, છત્ર અને દાનપેટીની રોકડ મળી રૂ. 50 થી 60 હજારના મુદ્દામાલ ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જ્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ જોગમાયા મંદિરમાં ચોરી કરી હતી. પવિત્ર શ્રાવણ માસમાં મંદિરોના તાળા તૂટતાં લોક લાગણી ઘવાઇ હતી.

 

 

[google_ad]

Advt

 

જ્યારે શુક્રવારે ઉત્તર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે મંદિરમાં ચોરી થયેલ મુદ્દામાલ આરોપી બજારમાં વેચવા આવે છે. જે બાતમીના આધારે બકાજી વદનજી ઠાકોર (દરબાર) (રહે. નહેરૂનગર ટેકરા, વસાહત, ડીસા) (મૂળ રહે. મુડેઠા, તા. ડીસા) ને ઝડપી પાડયો હતો. જ્યારે પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 


Share