પાલનપુરના આઇ.ટી.બી.પી.ના જવાને 6 માસ અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી 11 ઓગષ્ટની રાત્રે સ્વદેશ પરત ફર્યા : ત્રીજા દિવસે તાલિબાનોએ કબ્જા કર્યો

Share

પાલનપુરના આઇ.ટી.બી.પી.ના જવાને ૬ માસ અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી તા. 11 ઓગષ્ટની રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. અફઘાનિસ્તાનના મજારે શરીફ છોડયાના ત્રીજા જ દિવસે તાલિબાનોએ કબજા લીધો હતો. દિલ્હીમાં ક્વોરેન્ટાઇન રહી હાલ ઘરે બાળકો સાથે રજા વિતાવી રહ્યા છે. આ અંગે આર્મી મેન શોકતખાન ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અફઘાનિસ્તાનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓની સુરક્ષા માટે 48 જણાં જૂદી-જૂદી ફરજ પર કાર્યરત હતા. જેઓ પરિસ્થિતિઓમાં બદલાવ આવતાં પરત આવ્યા હતા.’

 

[google_ad]

 

૨૦ વર્ષ પહેલાં પાલનપુરના શોકતખાન જમશેરખાન ચાવડા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સમાં બનાસકાંઠામાંથી સહુથી પહેલાં પસંદગી પામ્યા હતા. આઇ.ટી.બી.પી.માં જોડાયા બાદ જમ્મુ-કાશ્મીર લદાખ નોર્થ-ઇસ્ટ હીમાલય સહીત અનેક સ્થળોએ ફરજ બજાવી દેશ સેવા કર્યા બાદ કઠીન પરીક્ષા આપીને અફઘાનિસ્તાનમાં ડેપ્યુટેશન મેળવ્યું હતું. ફેબ્રુઆરી-2021 માં અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતની રાજધાની અને ચૌથા સૌથી મોટા શહેર મજાર-એ-શહેરમાં ભારતીય વિદેશ મંત્રાલયના ભારતીય સિક્યુરીટી આસીસ્ટન્ટ તરીકે જોડાયા હતા. તાલિબાની આક્રમણ એક પછી એક વિસ્તારોમાં વધવાના સમાચારો મળતાં જ ભારતીય સુરક્ષા કર્મીઓએ પણ પોતાના જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓ પેક કરી લીધી હતી.

 

[google_ad]

Advt

 

 

પોતાના અનુભવોને વ્યક્ત કરતાં શોકતખાને જણાવ્યું હતું કે, ‘છ માસની નોકરી બાદ પરિસ્થિતિઓમાં આટલો જલ્દી બદલાવ આવશે તેવું ધાર્યું ન હોતું. બધું સમુ સુતરૂ અને શાંતિથી ચાલી રહ્યું હતું. નાના-મોટા પ્રશ્નો નાટો સેના ઉકેલી લેતી હતી. પરંતુ નાટો સેનાએ એકાએક ઓપરેશનલ એકટીવિટી બંધ કરી દીધા બાદ તાલિબાની મૂવમેન્ટ અચાનકથી વધી ગઇ હતી. સમાચાર માધ્યમોથી અમને સતત માહિતી મળી રહી હતી અને એ દિશામાં અમે સતત નજર રાખી રહ્યા હતા.’

[google_ad]

 

 

From-Banaskantha update

 

 

 


Share