માં અંબેના ભાદરવી પૂનમનો મેળો બંદ રહેવાની શક્યતાના પગલે પદયાત્રા વહેલી શરૂ થઇ

Share

શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે. જે સાત દિવસના મેળામાં 20થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી માં અંબેના દર્શન કરે છે. આ સાથે નવરાત્રી દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. પણ આ ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગવાની પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે. અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમબરથી શરૂ થવા જઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે.

[google_ad]

ગતવર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશતના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.

advt

 

[google_ad]

કોરોના મહામારીને લઈને 14 સપ્ટેમ્બરથી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ મુલતવી રહેવાની ભિતી છે. એટલું જ નહીં, કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે યાત્રિકો તે પૂર્વે માં અંબેના દર્શન કરી લેવાને મંદિરના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું હોય તેમ હમણાં એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે અને માર્ગો અને મંદિર ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદથી ગૂંજવા લાગ્યા છે.

[google_ad]

જોકે, ભાદરવી પૂનમ વખતે પદયાત્રીઓ માટે આરોગ્ય અંગેના અને ચા નાસ્તા તથા જમણવારના નિઃશુલ્ક સેવા કેમ્પો શરૂ થતા હોય છે પણ આ વખતે પદયાત્રીઓ પોતાની યાત્રા વહેલી શરૂ કરી દીધી છે. જેના કારણે એક પણ સેવાકેમ્પ જોવા મળતા નથી પણ સેવાભાવી લોકો દ્વારા પોતાના વાહનોમાં દવાઓ લઈ પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં પણ શ્રદ્ધાળુઓની સુખાકારી માટે અંબાજીનો મેળો બંધ રહે તેવું યાત્રિકો પણ ઈચ્છી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share