લાખણીના ધ્રોબાની પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી વિધાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરવા મજબુર

Share

લાખણી તાલુકાના ધ્રોબા ગામની પ્રાથમિક શાળામાં રૂમોની ઘટના કારણે વિધાર્થીઓ લીમડા અને મધ્યાહનના ભોજનના સેડમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ધો.-8માં 265 વિધાર્થીઓ વચ્ચે માત્ર ચાર રૂમો જ ફાળવ્યા છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષથી વિધાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરી રહ્યા છે. જીલ્લા પંચાયતમાં નવા રૂમો બનાવવા માટે વારંવાર રજૂઆતો કરાઇ પરિણામ હજુ સુધી શૂન્ય છે.

[google_ad]

લાખણી તાલુકાના ધ્રોબા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી વિધાર્થીઓ રૂમોની ઘટના કારણે વિધાર્થીઓ લીમડા અને મધ્યાહનના ભોજનના સેડમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ધો.-8માં 265 વિધાર્થીઓ વચ્ચે માત્ર ચાર રૂમો જ ફાળવણી કરી છે. જ્યારે જીલ્લા પંચાયતમાં નવા રૂમો બનાવવા માટે વારંવાર લેખિતમાં રજૂઆતો કરવા છતાં હજુ સુધી તસ્દી લીધી નથી.

[google_ad]

જ્યારે કોરોના સંક્રમણ અને સરકારના શિક્ષણના દાવા વચ્ચે વિધાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરી રહ્યા છે. જોકે, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ ત્રણેય ઋતુઓમાં વિધાર્થીઓ અભ્યાસ અર્થે શાળામાં આવતાં હોય પરંતુ રૂમની સુવિધાઓ ન મળતી હોવાના કારણે અગવડતા ભોગવતાં હોય છે. જ્યારે શિક્ષણ આપનાર શિક્ષકો પુરતું શિક્ષણ આપી શકતા ન હોય અને વિધાર્થીઓ પણ શિક્ષણથી બાકાત રહી જાય છે.

 

From – Banaskantha Update


Share