થરા હારીજ રોડ પર પાંચ પશુઓ ક્રૂરતા પુર્વક ભરી લઈ જતી ગાડી ઝડપાઈ

Share

બનાસકાંઠા જિલ્લાના થરા હારીજ રોડ પર એક પિકઅપ ડાલામા પાંચ પશુઓને ઘાસ ચારા વિના ક્રૂરતા પુર્વક તેમના પગ બાંધેલા હાલતમાં ગૌ રક્ષકો જોઈ જતા તેઓએ શકના આધારે પાડા ભરેલા પિકઅપને થરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

[google_ad]

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીખારીયાના ગૌરક્ષકો દ્વારા રાત્રી દરમિયાન 8 વાગ્યાના સુમારે થરાથી હારીજ તરફ એક પિકઅપ ડાલું જામપુરા ચોકડી પાસે જઈ રહ્યુ હતું તે દરમિયાન શંકાના આધારે ચેક કરતા પીકઅપમાં પાંચ પાડાઓ ભરેલા હતા.

advt

[google_ad]

આ પિકઅપ ડાલામાં ભરેલા પાડા કતલખાને લઈ જવાતા હોવાનો ગૌ રક્ષકોને શક જતા ગૌ રક્ષકો દ્વારા પિકઅપ અને ડ્રાઈવરને થરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યા પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share