પાલનપુર પોલીસે મલાણામાં શિવજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શખ્સને ઝડપી પાડ્યો

Share

પાલનપુર એલ.સી.બી. પોલીસે ખાનગી બાતમીના આધારે શુક્રવારે પાલનપુર તાલુકાના મલાણા ગામમાં શિવજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર વિસ્તારમાં શુક્રવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વખતસિંહ ઉર્ફે વકો વલાજી રાઠોડ (રહે. સાંપ્રા, તા. સરસ્વતી, જી. પાટણ) વાળાને ઝડપી પાડ્યો હતો.

[google_ad]

પોલીસે કુલ રૂ. 5,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શખ્સની કડક પૂછપરછ હાથ ધરતાં તેઓએ મલાણા ગામની સીમમાં આવેલ શિવ મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

advt

[google_ad]

જોકે, અગાઉ આરોપી મલાણા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. ગામની ભૂગોળથી પરિચીત હોય તેના આધારે આ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે 2019માં શિહોરી પોલીસ મથકના વિસ્તારમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share