મસાજ પાર્લરની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : મહિલા સંચાલિકા સહીત બે લોકોની ધરપકડ

Share

સુરત શહેરમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગોરખધંધાનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. શહેરમાં થાઈ મસાજ સેન્ટરના નામે ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસે ઉધના વિસ્તારમાં અનૈતિક પ્રવૃતિઓ ધમધમી રહી હોવાની બાતમી બાદ દરોડાની કાર્યવાહી કરતા ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે દરોડાં પાડીને મસાજ પાર્લરમાંથી ચાર યુવતીને મુક્ત કરાવી હતી. આ સાથે જ પોલીસે મહિલા સંચાલિકા સહિત બે લોકોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

[google_ad]

મળતી માહિતી પ્રમાણે સુરતમાંથી ફરી એકવાર મસાજ પાર્લરની આડમાં ચાલતું અનિતિધામ ઝડપાયું છે. સુરતના એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમે ઉધના વિસ્તારમાં દરોડા પાડયાં હતાં. પોલીસે બાતમીના આધારે જીવન જ્યોતની સામે આવેલા નાથુ ટાવરમાં ગ્લોરિયસ સ્પાની આડમાં થાઇ મસાજ સેન્ટરમાં દરોડા પાડી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી છે.

 

[google_ad]

સુરત શહેરમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગોરખધંધાનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. શહેરમાં થાઈ મસાજ સેન્ટરના નામે ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસે ઉધના વિસ્તારમાં અનૈતિક પ્રવૃતિઓ ધમધમી રહી હોવાની બાતમી બાદ દરોડાની કાર્યવાહી કરતા ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે દરોડા પાડીને મસાજ પાર્લરમાંથી ચાર યુવતીને મુક્ત કરાવી હતી. આ સાથે જ પોલીસે મહિલા સંચાલિકા સહિત બે લોકોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

[google_ad]

મળતી માહિતી પ્રમાણે સુરતમાંથી ફરી એકવાર મસાજ પાર્લરની આડમાં ચાલતું અનિતિધામ ઝડપાયું છે. સુરતના એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમે ઉધના વિસ્તારમાં દરોડા પાડયાં હતાં. પોલીસે બાતમીના આધારે જીવન જ્યોતની સામે આવેલા નાથુ ટાવરમાં ગ્લોરિયસ સ્પાની આડમાં થાઇ મસાજ સેન્ટરમાં દરોડા પાડી મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરી છે.

 

[google_ad]

ગ્લોરિયસ સ્પાની આડમાં તેની મહિલા સંચાલિકા અનિતા શિદે લલનાઓ પાસે દેહ વેપાર કરાવતી હોવાની માહિતીને પગલે કાર્યવાહી કરાઇ છે. અહીંથી ચાર યુવતીઓ દેહવિક્રય કરતી મળી આવતાં પોલીસે તેમને મુક્ત કરી સંચાલિકા અનિતા શિંદે અને નવસારી વિજલપોરનાં પ્રવીણ રાજુ પાટીલની ધરપકડ કરી હતી. પોલીસે મોબાઈલ અને રોકડ મળી 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈને તપાસ હાથ ધરાઈ છે. સંચાલિકાની તપાસ દરમિયાન ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. મોબાઇલની તપાસમાં અનેક નંબરો મળી આવ્યા છે.

advt

[google_ad]

ઉલ્લેખનીય છે કે, શહેરમાં મસાજ પાર્લરનાં નામે અનેક સ્થળોએ આવા ગોરખધંધા ચાલી રહ્યા છે. તપાસ દરમિયાન કબજે કરેલા મોબાઈલોનાં આધારે અનેક મોટા ગોરખધંધા પણ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પોલીસ જો યોગ્ય તપાસ કરે તો દેહ વેપારના અનેક ધંધાદારીઓની પોલ ખુલ્લી પડી શકે છે.

 

[google_ad]

હાલ પોલીસે દેહ વેપાર માટે યુવતીઓને ક્યાંથી લવાઈ રહી છે તે અંગે હોવાની માહિતી બાબતે તપાસ શરૂ કરાઇ છે. સ્પાની આડમાં દેહ વેપાર માટે દુકાન ભાડે આપનાર દુકાન માલિક વંદનાબેન બાગુલને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

[google_ad]

ઉલ્લેખનીય છે કે સુરતમાં આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસ દરોડાંની કાર્યવાહી કરી હોય. આ પહેલા પણ સુરતમાં સ્પાની આડમાં ચાલતા અનિતિધામ ઝડપાયા છે. ફક્ત સુરત જ નહીં, રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી કાર્યવાહી થતી રહે છે.

 

From – Banaskantha Update


Share