પાંથવાડાની મહીલા સાથે 3 યુવકોએ દુષ્કર્મ ગુજારી બ્લેકમેઇલ કરતાં આત્મહત્યા કરતાં ચકચાર, મૃતદેહ પી.એમ. કરવા બહાર કઢાયો

Share

બનાસકાંઠાના પાંથાવાડામાં એક સપ્તાહ અગાઉ દફનાવેલ મહીલાના મૃતદેહને બહાર કાઢવાનો મામલો સામે આવ્યો છે. એક સપ્તાહ અગાઉ પાંથાવાડામાં આત્મહત્યા કરનાર મહીલાના મૃતદેહને પરિવાર દ્વારા દફનાવી દેવાયો હતો. જોકે, તે બાદ મૃતક મહીલા સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારી તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલીંગ કરી મરવા મજબૂર કર્યાના પરિવાર દ્વારા આક્ષેપ સાથે મૃતક મહીલાના પી.એમ.ની માંગ કરતાં પોલીસ અને મામલતદારની હાજરીમાં મૃતક મહીલાના કંકાલને બહાર કઢાયો છે.

[google_ad]

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા પાંથાવાડા ગામમાં તા. 25 ઓગષ્ટે એક મહીલા ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી. જોકે, તે બાદ પરિવાર દ્વારા મૃતક મહીલાના મૃતદેહને સામાજીક રીતરીવાજ મુજબ દફનાવી દેવાયો હતો. પરંતુ તે બાદ પરિવારના હાથે મૃતક મહીલાનો મોબાઇલ આવ્યો હતો.

[google_ad]

જેમાં કેટલાંક રેકોર્ડીંગ સામે આવતાં ત્રણ શખ્સોએ મહીલા સાથે દુષ્કર્મ ગુજારી મહીલાના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યાની પરિવાર દ્વારા આક્ષેપ સાથે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તે બાદ પરિવાર દ્વારા મૃતક મહીલાના પી.એમ.ની માંગ કરતાં શુક્રવારે દાંતીવાડા મામલતદાર, પાંથાવાડા પોલીસ અને થરાદ ડીવીઝનના એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ડી.ટી.ગોહીલની હાજરીમાં મૃતક મહીલાના કંકાલને 7 દિવસે બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી.

[google_ad]

આ બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. દાંતીવાડા મામલતદાર કે.એ. શિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં બહાર કઢાયેલા મૃતક મહીલાના કંકાલને પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

[google_ad]

રાજ્યમાં અવાર-નવાર દુષ્કર્મ કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના છેવાડાના પાંથાવાડામાં પણ મહીલાની આત્મહત્યાના મામલામાં નવો વળાંક આવ્યો છે. જ્યોતિના મોબાઇલમાંથી મળેલા રેકોર્ડીંગને પગલે મૃતક મહીલા સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારી તેના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી મહીલાને આત્મહત્યા કરવા મજબૂર કર્યાના પરિવાર દ્વારા આક્ષેપો કરતાં પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.

 

[google_ad]

જોકે, તે બાદ પરિવાર દ્વારા મૃતક મહીલાના મૃતદેહના પી.એમ.ની માંગ કરતાં પોલીસ દ્વારા મામલતદારની ટીમને સાથે રાખી પાંથાવાડા સ્મશાનમાં સાત દિવસ અગાઉ દફનાવેલા મૃતક મહીલાના મૃતદેહને બહાર કાઢી તેના પી.એમ. અને એફ.એસ.એલ. ની તજવીજ હાથ ધરાઇ છે. સમગ્ર મામલાને લઇ અત્યારે તો પાંથાવાડામાં ચકચાર મચી ગઇ છે. પરિવારે પોલીસ દ્વારા સઘન તપાસ કરી આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરાઇ છે.

 

From – Banaskantha Update


Share