ડીસાના બુરાલ ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતાં વિધાર્થીઓને હાલાકી

Share

સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં હાલમાં નહીવત વરસાદ થઇ રહ્યો છે. પરંતુ ક્યાંકને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યારે બુરાલ ગામની પરીસ્થિતિ બહુ જ દયનીય લાગતી હોય તેવા દ્રશ્યો હાલમાં પ્રકાશમાં આવ્યા છે.

[google_ad]

ત્યારે કોરોના કાળથી શાળાઓ બંધ હતી. ત્યારે હાલમાં સરકાર દ્વારા શાળાઓને ક્યાંકને ક્યાંક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે બુરાલ ગામના વિધાર્થીઓને શાળાએ કઇ રીતે જવું તે એક મોટો પ્રશ્ર સતાવે છે.

[google_ad]

જ્યારે વરસાદના લીધે બુરાલ ગામની પટેલવાસ પ્રાથમિક શાળામાં દરેક ઓરડાઓ અને કમ્પાઉન્ડમાં પાણી ભરાઇ જાય છે. આખા ગામનું વરસાદી પાણી સરકારી પ્રાથમિક શાળામાં આવવાથી શાળાને નુકશાન થાય છે. શિક્ષકો અને બાળકો પર જોખમ તોળાઇ રહ્યું છે.

[google_ad]

શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા તલાટી, ટી.ડી.ઓ. અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તે પાણીના નિકાલ માટે કોઇ જ પ્રકારની કામગીરી કરાઇ નથી. તો વહેલી તકે શાળામાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો શાળામાં કોઇ આફત આવે તે પહેલાં તંત્ર જાગે અને આખા ગામનું ગંદુ વરસાદી પાણીનો નિકાલ કરે તેવી બુરાલ ગામના સ્થાનિકો અને ગ્રામજનોની માંગ છે.

[google_ad]

શાળામાં પાણીનું કંઇક નિરાકરણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ શાળાએ જઇ શકે તેમ છે. લાગતા-વળગતા અધિકારીઓ કંઇક કરે છે કે, પછી આ શાળાની પરીસ્થિતિ હશે તેવી જ રહેશે એ તો આવનારો સમય બતાવશે.

 

From – Banaskantha Update


Share