પાલનપુર: બાઇક સવાર પિતા-પુત્રીને બાઈક આડે ગાય આવી જતા અકસ્માત, પુત્રીનું મોત

Share

પાલનપુરના ખસા ગામથી શહેરની સ્વસ્તિક હાઇસ્કૂલમાં ગુરૂવારે વહેલી સવારે બાઇક ઉપર આવતાં પિતા-પુત્રીને સધીમાંના મંદિર નજીક ગાય આડી આવતાં અકસ્માત નડ્યો હતો. જેમાં પુત્રી રોડ પર પટકાતાં પિતાની નજર સામે મોત નિપજતાં અરેરાટી પ્રસરી હતી. પાલનપુર ગઠામણ રોડ ઉપર સધીમાંના મંદિર નજીક ગુરૂવારે સવારે બાઇક ઉપરથી પટકાતાં એક છાત્રાનું કરૂણ મોત નિપજ્યું હતુ.

 

[google_ad]

આ અંગે પાલનપુરની સ્વસ્તિક હાઇસ્કૂલના આચાર્ય મણીભાઇ મેવાડાએ જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના ખસા ગામની રીતુબેન લખુભાઇ ઇલાસરીયા સ્વસ્તિક ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી. જે અભ્યાસમાં તેજસ્વી હતી. દરમિયાન ગુરૂવારે વહેલી સવારે તેના પિતા લખુભાઇ ખસા ગામેથી બાઇક ઉપર બેસાડી સ્કુલમાં મુકવા માટે આવતા હતા.

[google_ad]

ત્યારે સધીમાંના મંદિર નજીક ધુમ્મસભર્યા વાતાવરણમાં ગાય ન દેખાતાં બાઇક ગાય સાથે અથડાયું હતુ. જેમાં રીતુબેન બાઇક ઉપરથી ફંગોળાઇ રોડ ઉપર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતુ.

 

From – Banaskantha Update


Share