બનાસકાંઠામાં આજથી ધોરણ 6થી 8ની શાળાઓનો પ્રારંભ થયો

Share

બનાસકાંઠાની 1290 સરકારી પ્રાથમિક શાળાના 1.53 લાખ છાત્રોને ભણાવવા શિક્ષકોમાં થનગનાટ વચ્ચે પ્રાથમિક શાળાના ઉચ્ચતર વિભાગ ધોરણ 6થી 8ની શાળાઓ ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, સ્કૂલમાં કોઈપણ વાલીને બાળકને શાળામાં મોકલવું ફરજિયાત નથી.

ફાઈલ ફોટો

[google_ad]

બાળકોને સ્કૂલમાં મોકલવા અનેક વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જે વાલી બાળકને શાળામાં મોકલવા તૈયાર ન હોય એ વાલીએ શાળા દ્વારા તૈયાર કરીને youtube પર મુકવામાં આવેલ વિડીયો, વિવિધ લીંક પરના વિડીયો દ્વારા બાળકનો અભ્યાસ ઘરે રહીને કરાવી શકશે.

ફાઈલ ફોટો

[google_ad]

સ્કૂલે શાળાઓમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણાવવાની તૈયારીઓ હાથ ધરી છે. પાલનપુરની ખાનગી શાળાઓના સંચાલકોએ જણાવ્યું હતું કે જેઓ શાળા મોકલવા નથી માંગતા તે વાલીઓએ શાળા દ્વારા મોકલવામાં આવતું હોમવર્ક કરાવવાનું રહેશે. જો વાલી પોતાના બાળકને શાળામાં મોકલે છે તો સંમતિપત્રક શાળામાં જમા કરાવવું ફરજીયાત છે. હમણાં શાળાની બસો ચાલુ કરવામાં આવશે નહી. વાલીએ લેવા-મુકવાની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે. સાલવી પ્રા. શાળાએ સવારનો સમય રાખ્યો છે.

ફાઈલ ફોટો

[google_ad]

જેમાં દરેક વર્ગના 1થી 30 રોલ નંબર વાળા વિદ્યાર્થીઓને સોમ, બુધ તથા શુક્ર તથા 31થી 60 રોલ નંબર વાળા વિદ્યાર્થીઓને મંગળ, ગુરુ તથા શનિવારના રોજ એમ અઠવાડિયામાં ત્રણ દિવસ બોલાવાયા છે. અન્ય શાળાઓએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવી હશે. જયારે સરકારી પ્રાથમિક શાળાઓમાં સવારે 11થી સાંજે 5નો સમય સરકાર દ્વારા જાહેર કરાયો છે. સરકારી સ્કૂલના આચાર્યે જણાવ્યું હતું કે, 50 ટકા સંખ્યામાં બાળકોને બોલાવવામાં આવ્યા છે. જ્યાં વધુ રૂમોની વ્યવસ્થા છે ત્યાં એસઓપી પ્રમાણે બેસાડી શકે છે.

 

From – Banaskantha Update


Share