અમીરગઢ પાસે ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા મીનીટ્રક પાછળથી અથડાયું : કંડકટરનું મોત

Share

અમીરગઢ તાલુકાના ધનપુરા(સ) ગામ નજીક મંગળવારે રાત્રે સ્વરૂપગંજમાં ઘરનો સામાન ખાલી કરી ડીસા પરત આવતી વખતે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની ટ્રકના કંડકટરનું મોત નિપજ્યું હતુ.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ડીસાની અમનપાર્ક સોસાયટીમાં રહેતા આસીફખાન અનવરખાન પઠાણ અમદાવાદના ગફુરભાઇ શેખની ટ્રક ચલાવે છે. જેઓ મંગળવારે રાત્રે કંડકટર ડીસા સાહિલપાર્કમાં રહેતા ફિરોઝભાઇ રફીકભાઇ શાહ (ઉ.વ.19) સાથે પાલનપુરના શોયેબભાઇ બસીરભાઇ ચૌહાણના ઘરનો સામાન સ્વરૂપગંજ ઉતારી ડીસા પરત ફરતાં હતા.

Advt

[google_ad]

ત્યારે અમીરગઢ તાલુકાના ધનપુરા(સ) ગામ નજીક આગળ જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક કરતાં તેમની ટ્રક અથડાઇ હતી. આ અકસ્માતમાં કંડકટર ફિરોજભાઇ શાહનું મોત નિપજ્યું હતુ. જ્યારે આસીફખાનને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે આસીફખાને અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share