ડીસાના ઝેરડા હાઇવે નજીક બે પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો : ડ્રાઇવરનો આબાદ બચાવ

Share

ડીસા તાલુકાના ઝેરડા ગામના હાઇવે નજીક ગુરૂવારે વહેલી પરોઢે ડીસાથી શાકભાજી ભરી પીકઅપ જીપડાલું રાજસ્થાન તરફ જતાં સામેથી આવી રહેલ પૂરપાટઝડપે પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપડાલું પલ્ટી ખાતાં શાકભાજી નીચે પટકાતાં વેરણ-છેરણ થઇ ગઇ હતી. જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ઝેરડા ગામના હાઇવે નજીક ગુરૂવારે વહેલી પરોઢે ડીસાથી શાકભાજી ભરી પીકઅપ જીપડાલું રાજસ્થાન તરફ જઇ રહ્યું હતું. તે દરમિયાન પૂરપાટઝડપે સામેથી આવી રહેલ પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપડાલું પલ્ટી ખાતાં શાકભાજીના ભરેલા કેરબા નીચે પટકાતાં વેરણ-છેરણ થઇ ગયા હતા.

 

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે જીપડાલું પલ્ટી ખાતાં ડ્રાઇવરનો આબાદ થયો હતો. અકસ્માતના પગલે રોડ પર શાકભાજીના ઢગલા ખડકાયા હતા. જો કે, મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share