પાલનપુરમાં ગટરનું પાણી બહાર આવી જતાં સફાઈ ન થતાં સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકયો

Share

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.-5 માં ઘણા સમયથી ગટરની આજુબાજુ કચરો ભરાઈ જવાથી ગટરનું પાણી બહાર આવી જતાં સફાઈ ન થતાં સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. સી.બી.ગાંધી નૂતન હાઈસ્કૂલ નજીક ગટરમાં કચરો ભરાઈ જવાથી આજુબાજુ કચરો એકઠો થયો હતો.

[google_ad]

જ્યાં ગટરનું દૂષિત પાણી ગટરની અંદર ન જતાં જાહેર માર્ગો પર ફરી વળ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે નગરપાલિકાને કચરો સાફ કરવાની નવરાઇ નથી. બાજુમાં જ શાળા હોવાથી અભ્યાસ કરવા આવતાં બાળકો બીમારીનો ભોગ બને તે પહેલાં નગરપાલિકા ત્યાં સાફ સફાઈ કરાવે તેવી માંગ છે.

[google_ad]

Advt

તો બીજી તરફ ઢાળવાસ નજીકના માર્ગ પર લોકો જાતે જ ગટરમાં ફસાયેલ કચરો સાફ કરવા મજબૂર બન્યા છે. તો તાત્કાલીક આ કચરો સાફ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

From – Banaskantha Update

 


Share