ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ-ડીસા દ્વારા ફ્રી કરાટે ક્લાસીસનો પ્રારંભ કરાયો

Share

દેશમાં દીકરીઓ પર છેડતી અને દુષ્કર્મ જેવા અનેક કિસ્સાઓ બને છે. ત્યારે દીકરીઓ પર આવા અત્યાચારોમાં રોક અને દીકરી પોતે જ આ બધા અત્યાચારોનો સામનો કરી શકે તે માટે ડીસામાં સેવન સ્ટાર ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ-ડીસા દ્વારા ડીસા શહેર માટે ફ્રી કરાટે ક્લાસીસનું ગઇકાલથી પ્રારંભ થયો છે.

[google_ad]

આ કાર્યક્રમનું આયોજન સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. જ્યારે મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ 15દિવસ માટે ચાલુ રહેશે.

[google_ad]

આ અંગે સેવન સ્ટાર ફાઉન્ડેશનની ટીમે જણાવ્યું હતું કે, ‘આજના જમાનામાં બહેન-દીકરીઓ પર જે અત્યાચાર થાય છે તેનો સામનો તે પોતે જ કરી શકે અને તેમના દ્વારા અપિલ કરવામાં આવી હતી કે, શહેરની દરેક દીકરીઓ આ કાર્યક્રમમાં ભાગ લે અને પોતાનું રક્ષણ પોતે જ કરે તેવું જણાવ્યું હતું.’ આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ-ડીસાના પ્રમુખ હીતેશભાઇ પટેલ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share