ડીસા-પાલનપુર હાઇવે પરની ખુલ્લી ગટરથી વાહનચાલકોમાં રોષ : ટુંક સમયમાં સમસ્યા હલ નહી થાય તો આંદોલન કરવાની ફરજ પડશે

Share

ડીસા-પાલનપુર હાઇવે પર માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સામેના શોપિંગ આગળથી પસાર થતી ગટરમાં પાણી ભરાઇ જતાં રાહદારીઓ અને પશુઓ ગટરમાં પટકાઇ રહ્યા છે. જેથી ગટરની સાફ-સફાઇ કરવા અને બંધ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે.

[google_ad]

બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ તૈયાર થતાં ટ્રાફીક સમસ્યાનો હલ થયો છે. પરંતુ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન અનેક મુશ્કેલીઓ વધી રહી છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અનેક જગ્યાએ ગટરો અધુરી છોડી દેવામાં આવી છે.

[google_ad]

 

ત્યારે ડીસા માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સામે આવેલ શુભમ કોમ્પલેક્ષ આગળથી પસાર થતી ગટર ગંદકી અને કચરાથી ભરાઇ ગઇ છે તેમજ ગટર ઉપર ઢાંકણું નાખવામાં આવ્યું નથી. જેથી વરસાદી પાણી ભરાઇ જતાં રાહદારીઓ અને પશુઓ ખુલ્લી ગટરમાં પટકાઇ રહ્યા છે. જેથી સત્વરે સમસ્યા હલ કરવાની રજૂઆત ઉઠી છે.

[google_ad]

Advt

આ અંગે સ્થાનિક વેપારી સાગરભાઇ જોટાણાએ જણાવ્યું હતું કે, ‘નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અનેક સ્થળે કામગીરી અધૂરી છોડી દીધી છે. જેથી અકસ્માતની ભીતી સેવાઇ રહી છે. જો ટુંક સમયમાં સમસ્યા હલ નહી થાય તો આંદોલન કરવાની ફરજ પડશે.’

 

From – Banaskantha Update


Share