બનાસકાંઠામાં કોલેજમાં એડમિશનના બહાને રૂ.51 લાખની છેતરપિંડી આચરાઈ

Share

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં રહેતા એક વિદ્યાર્થીને મુંબઇની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે પોલીસે કોલેજના ડીન અને વચેટીયા સહિત બે લોકોની અટકાયત કરી છે અને આરોપીઓ પાસેથી 41 લાખ રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

વાવ તાલુકાના મોરીખા ગામે રહેતા હરસેંગભાઈ ખેમજીભાઈ ચૌધરીનો પુત્ર નરેન્દ્ર સાયન્સમાં અભ્યાસ કરે છે. નરેન્દ્રને મુંબઈની સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ અને કોલેજમાં એડમિશન મેળવવું હતું. તે દરમિયાન રાજસ્થાનના મૂળ વતની અને અત્યારે મુંબઈ ખાતે રહેતા લવ અવધકિશોર ગુપ્તાએ હરસેંગભાઈનો સંપર્ક કર્યો હતો. અને કોલેજમાં એડમીશન અપાવી દેશે તેમ કહી કોલેજના ડીન સાથે મળી અલગ-અલગ આરટીજીએસ અને એકાઉન્ટમાં કુલ 51.16 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે પૈસા લીધા બાદ પણ તેઓએ એડમિશન ન અપાવતા તેઓની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

[google_ad]

બાદમાં હરસેંગભાઈએ વાવ પોલીસ મથકે મુંબઈની સાયન લોકમાન્ય તિલક કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. રાકેશ રામનારાયણ વર્મા અને વચેટીયા લવ અવધકિશોર ગુપ્તા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

જે બાદ પોલીસે તપાસ કરતા આ બંને આરોપીઓને ભરૂચ અને મુંબઈની સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી વાવ પોલીસ મથકે લાવ્યા હતા અને બંને આરોપીઓના પોલીસે 10 દિવસના રિમાન્ડ મેળવી 41 લાખ રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share