સાંસદ દિનેશ અનાવાડીયાની રજૂઆતના પગલે બટાકા, ટામેટા અને ડુંગળીના પાકોનો કેન્દ્ર સરકારની યોજનામાં સમાવેશ કરાયો

Share

ગુજરાત રાજ્યના કેટલાંક લોકહીતના નિર્ણયો જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાના થતાં હોય તેવી બાબતોને લગતાં પ્રશ્નો રાજ્યસભાના સાંસદ દિનેશચંદ્ર જે. અનાવાડીયા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. જે પૈકી કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજના ઓપરેશન ગ્રીન ટોપનો લાભ સબસીડી રૂપે દેશના કરોડો ખેડૂતોને આપવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે.

[google_ad]

 

 

જેમાં બટાકા, ટામેટા અને ડુંગળીના પાકોનો સમાવેશ આ સ્કીમ અંતર્ગત કરવામાં આવતાં હવે આ પાકોના ભાવો નીચા જશે તો ખેડૂતો અને વેપારીઓને પ્રતિ ૫૦ કિલોએ રૂ. ૫૦ જેટલી સબસીડી મળવા પાત્ર થાય છે તે લાભ મળશે. જેનાથી ખેડૂતો અને વેપારીઓને ખૂબ મોટો ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાતાં રાજ્યસભાના સાંસદ દિનેશચંદ્ર જે. અનાવાડીયાએ ભારત સરકારના કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર અને મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાનો આભાર વ્યક્ત કર્યો છે.

[google_ad]

 

 

Advt

 

બટાકા, ટામેટા અને ડુંગળીના પાકોનું ઉત્પાદન કરતાં ખેડૂતો અને આ પાક સાથે સંકળાયેલા વેપારીઓ અને લોકોએ રાજ્યસભાના સાંસદ દિનેશચંદ્ર જે. અનાવાડીયાના આ પ્રયત્નોને બિરદાવી તેમના કાર્યની સરાહના કરી રહ્યા છે. ગુજરાતના લોકો પણ સાંસદનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. તેમ રાજ્યસભાના સાંસદના અંગત મદદનીશ રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 


Share