દાંતીવાડા સરકારી આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરો

Share

ઔધોગિક તાલીમ સંસ્થા, દાંતીવાડાના આચાર્યએ જણાવ્યું હતું કે, ‘આઇ.ટી.આઇ. દાંતીવાડા ખાતે એન.સી.વી.ટી. એફીલીએટેડ કોર્ષ જેવા કે, મિકેનિક ડીઝલ એન્જીન, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ (કોપા) અને વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રીયા હાલમાં ચાલુ છે તો પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોને તેનો લાભ લેવા અનુરોધ છે.’

 

[google_ad]

એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને જનરલ વર્ગના ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ, સાઇકલ અને બસ પાસનો લાભ મળશે તેમજ ધોરણ-૧૦ પછી બે વર્ષનો કોર્ષ અને અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરનાર ધોરણ-૧૨ સમકક્ષ ગણાશે અને આઇ.ટી.આઇ.નો કોર્ષ પૂર્ણ કર્યા પછી ડીપ્લોમાં અને ડીપ્લોમાં પછી ડીગ્રી એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવી શકાય છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે સરકારી આઇ.ટી.આઇ. દાંતીવાડાનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

From-Banaskantha update


Share