ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાઇ જતાં અર્થતંત્રને મોટો ફટકો પડવાની સંભાવના

Share

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં હજુ સુધી માત્ર 31 ટકા વરસાદ નોંધાયો છે. જેની અસર કૃષિ પ્રધાન અર્થતંત્ર પર આવનારા સમયમાં પડશે. વરસાદ ખેંચાવાથી બનાસકાંઠા જીલ્લામાં કેવી સ્થિતિ સર્જાઇ છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાની શરૂઆત તા. 15જૂનથી થતી હોય છે. લગભગ તા. 15 સપ્ટેમ્બરની આજુબાજુ હવામાન વિભાગ દ્વારા ચોમાસાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. એટલે કે, બનાસકાંઠા જીલ્લામાં વર્ષના આ ત્રણ માસ જ વરસાદ આવતો હોય છે.

[google_ad]

 

પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના અઢી માસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી માત્ર 31 ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને તેના લીધે બનાસકાંઠા જીલ્લામાં ખેતી આધારીત ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. બનાસકાંઠા જીલ્લાનું અર્થતંત્ર ખેતી પર આધારીત છે અને આ વર્ષે વરસાદનું પ્રમાણ ઘટતાં ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડે તેમ છે.

[google_ad]

વારંવાર નુકશાનીની થાપ સહન કરી ચૂકેલા બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી સારા વરસાદની આશાએ ચોમાસુ વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાઇ જવાથી ખેડૂતોનો ચોમાસુ પાક મૂરજાવવા માંડ્યો છે.

[google_ad]

 

આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાંક વર્ષોથી સતત ભૂગર્ભ જળસ્તર ઉંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતીના ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત ઉંડા ઉતરેલા ભૂગર્ભ જળના પાણી પણ ખેતી લાયક ન હોવાના લીધે ખેતીના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. આમ વરસાદ ખેંચાઇ જવાના લીધે ખેતીના ખર્ચમાં તો વધારો થયો છે.પરંતુ સાથે સાથે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. આ વર્ષે પણ ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 31 ટકા જેટલો વરસાદ બનાસકાંઠા જીલ્લામાં નોંધાયો છે અને તેના લીધે ચોમાસુ વાવેતર પણ નિષ્ફળ થવાની કગાર પર પહોંચી ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં જે પ્રમાણે વરસાદ ખેંચાયો છે. તેને લઇને પશુપાલકોની પણ હાલત દયનીય બની છે. ખાસ કરીને જે પ્રમાણે વરસાદ ખેંચાવાથી જે લીલો ઘાસચારો હતો તે પણ વરસાદ ન થતાં લીલો ઘાસચારો બળી ગયો છે અને ઘાસચારાની અછત વર્તાઇ રહી છે. પશુઓને ખાવા માટે જે ખાણ લાવીએ તે પણ મોંઘુ થવા પામ્યું છે. જેથી પશુઓનું પાલન કરવું પણ મુશ્કેલ બની ગયું છે.

 

બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાઇ ગયો છે અને વરસાદ ખેંચાઇ જતાં બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો પાયમાલ બની ચૂક્યા છે. ત્યારે ખેતી આધારીત અર્થતંત્ર ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાઇ જવાથી બનાસકાંઠા જીલ્લાના વેપાર-ધંધા પર પણ તેની અસર થવાની શરૂઆત થઇ ગઇ છે.

[google_ad]

 

વેપારીઓ જણાવી રહ્યા છે કે, બે વર્ષથી કોરોનાની મારના લીધે ધંધા-રોજગાર ચોપાટ થઇ ગયા હતા અને અધુરામાં પુરૂ આ વર્ષે વરસાદ ખેંચાઇ જવાના લીધે અર્થતંત્રનો રાજા કહેવામાં આવતો ખેડૂત પણ પાયમાલ થઇ ગયો છે અને તેની સીધી અસર વેપાર ઉધોગ પર જાવા મળી રહી છે. આગામી સમયમાં આ સમસ્યા વધારે ગંભીર બની શકે તેમ છે.

[google_ad]

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં લગભગ 6 લાખ ગામડાંઓ અને દેશની લગભગ 65 ટકા વસ્તી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ત્યારે સ્વાભાવિક છે કે, દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો મહત્વનો હોય એટલે કહી શકાય કે, આપણું અર્થતંત્ર કૃષિ આધારીત અર્થતંત્ર છે. પરંતુ આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડવાના લીધે ખેડૂતોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. ત્યારે ખેડૂતોની ખરીદ શક્તિમાં થયેલો આ ઘટાડો આગામી સમયમાં ભયાનક મંદીની સંભાવના અર્થશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

ઉત્તર ગુજરાતનાં વેપારી મથક તરીકે બનાસકાંઠા જીલ્લો નામના ધરાવે છે અને બનાસકાંઠા જીલ્લાનું અર્થતંત્ર કૃષિ પર આધારીત છે. ત્યારે વરસાદ ખેંચાઇ જવા ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ઉંડા જવાના લીધે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો પાયમાલ બની રહ્યા છે અને તેની સીધી અસર વેપાર જગત પર જોવા મળી રહી છે.

[google_ad]

 

ત્યારે બનાસકાંઠા જીલ્લાના અર્થતંત્રને જો ફરીથી ધબકતું કરવું હોય તો સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીને જીવંત કરવી જરૂરી છે કે, જેથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને સિંચાઇ માટે સરળતાથી પાણી મળી શકે.

[google_ad]

 

એક સમયે ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે નામના મેળવનાર બનાસકાંઠા જીલ્લાનો વેપાર ખતરામાં છે અને તેનું મુખ્ય કારણ વરસાદમાં થઇ રહેલો વિલંબ. ત્યારે આગામી સમયમાં જા પૂરતો વરસાદ નહીં મળે તો બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ બદથી બદતર થાય તો નવાઇ નહીં.

 

From – Banaskantha Update


Share