માલગઢના ભૈરવ દાદાના ધામ (ટેકરી)માં 25 મો શ્રીકૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ

Share

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં કાળા-ગોરા ભૈરવ દાદાના ધામ (ટેકરી) ખાતે સોમવારે રાત્રે 25 મો શ્રી કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.

[google_ad]

 

જેમાં સોમવારે રાત્રે ભજન સંધ્યા (ડાયરો) ગાયક કલાકાર પ્રકાશભાઇ ગેલોત અને રેખાબેન પ્રજાપતિએ મોડી રાત સુધી ભક્તજનોને ડોલાવ્યા હતા.

[google_ad]

 

જ્યારે મંગળવારે સવારે ભાવિક ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

[google_ad]

 

જ્યારે મંગળવારે સાંજે મંદિર ખાતે ગોવિંદાની ટોળકીઓએ પિરામીડ રચી પાંચ મટકીઓ ફોડી સમગ્ર વાતાવરણ ‘નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી’ના નાદથી ગૂજતું કર્યું હતું.

[google_ad]

 

જ્યારે કાર્યક્રમનું સંચાલન ગણપતભાઇ એસ. ભાટીએ કર્યું હતું. જ્યારે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવી હતી.

[google_ad]

આ પ્રસંગને સફળ બનાવવા શ્રી ભૈરવ યંગ બોયઝ ગૃપ, સમસ્ત માળી સમાજ-મિત્ર મંડળ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

From – Banaskantha Update


Share